વડોદરામાં CAAના સમર્થનમાં મહારેલી, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત અનેક આગેવાનો જોડાયા
વડોદરા: ભાજપનો ગઢ ગણાતા વડોદરા શહેરમાં નાગરિક એકતા સમિતિ દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘણીની ઉપસ્થિતિમાં CAAના સમર્થનમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કીર્તિસ્તંભ ખાતેથી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ ,ધારાસભ્યો રાજકીય નેતા, કાર્યકર્તાઓ, નાગરિકો સંતો, તેમજ 35થી વધારે સંગઠનો આ રેલીમાં તિરંગા સાથે જોડાયા હતા. CAA સમર્થન રેલીને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ વિભાગ દ્વારાચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.