જામનગરમાં ભાજપે કરી પત્રકાર પરિષદ, કહ્યું- ગામડે ગામડે જઇ લોકોને કૃષિ કાયદા અંગે માહિતગાર કરશું - ભાજપની પત્રકાર પરિષદ
જામનગરઃ શહેરમાં શનિવારે સવારે 10.30 કલાકે કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ સાંસદ પૂનમ માડમના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે 3 કૃષિ કાયદાને લઈને ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. જેથી ભાજપ જામનગર અને દ્વારકા જિલ્લાના ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતી આપશે. વધુમાં આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ લોકોમા ભ્રમ ફેલાવી રહી છે. આ કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદા થવાનો છે.