કચ્છમાં ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી - કચ્છ ન્યૂઝ
કચ્છઃ આગામી 28 ફેબ્રુઆરીના સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે ઉમેદવારી નોંધાવાનો આખરી દિવસે ભુજ જિલ્લા પંચાયત મધ્યે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે બહુમતીમાં ઉમેદવારી નોંધાવી હતી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ બહુમતથી વિજયી બનશે એવી આશા વ્યક્ત કરી હતી.