લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કિરીટસિંહની 32,050 મતની લીડથી જીત - સુરેન્દ્રનગરના તાજા સમાચાર
સુરેન્દ્રનગરઃ 61 લીંબડી વિધાનસભાની મત ગણતરી સુરેન્દ્રનગરની એમ.પી.આર્ટ્સ કૉલેજ ખાતે કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને કોરોનાની ગાઈડલાઇન મુજબ આ ગણતરી કરવામાં આવી હતી. જેમાં 10 ટેબલ ઉપર ત્રણ હોલની અંદર 42 રાઉન્ડમાં ગણતરી કરવામાં આવી હતી. જેમાં 42 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કિરીટસિંહે 32,050ની લીડથી જીત મેળવી છે.