ધારી ભાજપના ઉમદવાર જે.વી. કાકડિયાનો 'હુંકાર', કહ્યું- કોંગ્રેસ હાર ભાળી ગઈ છે માટે ડરી ગઈ છે - BJP candidate J V Kakadia
ધારી/અમરેલી: ગુજરાત વિધાનસભાની ધારી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાએ પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હાલમાં પ્રચાર કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ઉમેદવારો મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ધારી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, 'મેં લોકોના કામ કર્યા છે અને લોકો મારી સાથે છે. હું ચોક્કસ જીતીશ. વધુમાં જે. વી. કાકડિયાએ કહ્યું કે, કોંગ્રેસ હાર ભળી ગઈ છે માટે ડરી ગઈ છે'. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નહીં હોવાથી તે પાયા વિહોણા આક્ષેપો કરી રહી છે.