ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવાર ઢોલ નગાર સાથે ફોર્મ ભર્યાં - સ્થાનિક સ્વરાજની ચૂંટણી
ભાવનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પોતાના જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠકોમાંથી 38 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ સાત જિલ્લા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારોએ ઢોલ-નગારા સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા, જ્યાં ઉમેદવારોએ પોતાનાં ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કમળેજ, વરતેજ, બુધેલ, હાથબ, ઘોઘા, મોરચંદ અને વાળુકડના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં.