ભરુચમાં CAA અંગે ભાજપનું જન જાગૃતિ અભિયાન - ભાજપનું જન જાગુતિ અભિયાન
ભરુચ: નાગરિકતા સુધારા કાયદા (CAA)નો દેશમાં કેટલીક જગ્યાએ વિરોધ તો, કેટલીક જગ્યાએ સમર્થન મળી રહ્યું છે. ભરુચ જિલ્લામાં ભાજપ દ્વારા CAA અંગે જન જાગુતિ અભિયાન યોજાયું હતું. CAA અંગે લોકોને સચોટ માહિતી મળી રહે તે માટે ભરૂચમાં ભાજપ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે જન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા, પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરુણસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનમાં CAA વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી.