ગુજરાત

gujarat

By

Published : Apr 10, 2021, 7:37 PM IST

Updated : Apr 10, 2021, 9:42 PM IST

ETV Bharat / videos

રેમડેસીવીરની રાજનીતિ, જાણો શું કહે છે ભાજપ અને કોંગ્રેસના નેતા

સુરત: ઉધના વિસ્તારમાં આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે 10 એપ્રિલે રેમડેસીવીર ઇન્જેકશન લેવા માટે લાંબી કતારો જોવા મળી હતી. કોરોના પોઝિટિવ દર્દીઓના પરિજન પોતાના દર્દીઓના જીવ બચાવવા માટે છેલ્લા કેટલાક દિવસથી ઇન્જેક્શનની અછતનો સામનો કરી રહ્યા છે. સુરતના કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી આ ઇન્જેક્શન નહીં મળતાં સિવિલ હોસ્પિટલમાં લાંબી કતારો પણ જોવા મળી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, 3 લાખ ઇન્જેક્શનનો જથ્થો ગુજરાતને મળશે. આ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ હોસ્પિટલની બહાર જાહેરાત કરી હતી કે, ભાજપના કાર્યકર્તાઓ જરૂરિયાત મંદ લોકોને નિ:શુલ્ક આ ઇન્જેક્શન આપશે. સુરત ભાજપ દ્વારા 5000 જેટલા રેમડેસીવીર ઈન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવતા કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યાં છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા જયરાજસિંહે સવાલ ઉઠાવ્યો છે કે, રેમડેસીવીર ઈન્જેક્શનો ગુજરાત રાજ્યની હોસ્પિટલ્સ, મેડિકલ સ્ટોર્સ પર નથી, ત્યારે ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો? શું કમલમ કોઈ ફાર્માસ્યૂટિકલ કંપની છે? ભાજપે કયા મેડિકલ નિયમો મુજબ 5,000 રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો મેળવ્યો અને કયા સોર્સથી મેળવ્યો? જેની સ્પષ્ટતા ગુજરાતની જનતા સમક્ષ કરવી જોઈએ.
Last Updated : Apr 10, 2021, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details