ઉપલેટામાં S.T ડેપોમાં ભારતીય મજદૂર સંઘે દત્તપંત ઠેંગડીજીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી કરી - latest gujarat news
રાજકોટ: ઉપલેટામાં એસ.ટી. ડેપો ખાતે ભારતીય મજદૂર સંઘ (બી.એમ.એસ.) દ્વારા શ્રધ્ઘેય દત્તપંત ઠેંગડીજીના જન્મશતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપલેટા ડેપોના ભારતીય મજદૂર સંઘના આગેવાનો ચંદુભાઈ ભીંભા, અરવિંદભાઈ નંદાણીયા, પ્રકાશભાઈ પંડ્યા, તથા હરપાલસિંહ સરવૈયાની હાજરીમાં શ્રધ્ઘેય દત્તપંત ઠેંગડીજીને શ્રદ્ધાસુમન અર્પવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા, કૃષ્ણકાંત ચોંટાઈ, રાજભાઈ હૂંબલ, રણુભા જાડેજા, નરસિંહભાઈ મુગલપરા, કમલેશભાઈ વ્યાસ, પરાગભાઈ શાહ, નારણભાઈ આહીર, જીજ્ઞેશભાઈ ડેર, રમણિકભાઈ ઠૂંમર સહીત અનેક આગેવાનોએ હાજરી આપી ઠેંગડીજીને પુષ્પો અર્પણ કરી તેમણે મજદૂરો માટે કરેલી કામગીરીને બિરદાવી હતી.