જૂનાગઢ: પોલીસ બંદોબસ્ત વચ્ચે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ - બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા
જૂનાગઢઃ ભારે વિવાદમાં રહેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનો આખરે લેવાઈ ખરી. પરીક્ષાને લઇને સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે પરીક્ષાના અંતિમ કલાક પહેલા વિદ્યાર્થીઓની લાયકાતમાં વધારો કરવામાં આવતા ભારે હો-હા પણ થઇ હતી. જેને લઇને સરકારે વિદ્યાર્થીઓના હિતમાં નમતું જોખવાનો ફરજ પડી હતી. અંતે એક વર્ષની લાંબી રાહ જોવડાવ્યા બાદ આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુર્ણ થઈ હતી. વિવાદમાં રહેલી પરીક્ષાને કારણે વહીવટીતંત્ર પણ પરીક્ષા પ્રત્યે ખૂબ ગંભીર હોય તેઓ લાગી રહ્યું હતું. પ્રથમ વખત પરીક્ષા ખંડની અંદરથી વિદ્યાર્થીઓ પાસેથી કોઇપણ પ્રકારનો ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ મળવાની સ્થિતિમાં વિદ્યાર્થીને ત્રણ વર્ષ માટે પરીક્ષા આપવા માટે ગેરલાયક કરવાનો નિયમ પણ અમલમાં મૂકવામાં આવ્યો છે.