અંબાજીમાં ઓથોરિટી શાસન લાગૂ કરવા વિધાનસભામાં બીલ રજૂ કરાશે - Ambaji News
અંબાજીઃ અંબાજીનો વધુ વિકાસ થાય અને વધુ સુવિધા સભર બને તે માટે હવે અંબાજીને નગરપાલિકા નહીં પણ સરકાર દ્વારા વિશેષ ફંડ આપી અલગ ઓળખાણ મળે તે માટે વિશેષ હોદ્દો આપી અંબાજી ઓથોરિટી નગર જાહેર કરવામાં આવશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અંબાજી ખાતે 25 જાન્યુઆરી, 2019ના રોજ ઓથોરિટી શાસનની જાહેરાત કરી હતી. હવે આગામી વિધાનસભા સત્રમાં તીર્થસ્થળ અંબાજીમાં ઓથોરિટી શાસન લાગૂ કરવાનુંનું બીલ રજૂ કરાવામાં આવશે. સાથો સાથ સરકાર અંબાજીમાં વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમ કાયદો, 2020 પણ લાગૂ કરી શકે છે. જેથી નવા પ્લાનીંગ અને નવા વિકાસશીલ કાર્યો કરવા સરકાર ચોક્કસ પુરતા પ્રયાસો કરાશે.