ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોડાસામાં પતંગની દોરીથી બાઈક સવાર ઇજાગ્રસ્ત - The rider injured by a kite

By

Published : Jan 10, 2020, 11:15 PM IST

અરવલ્લીઃ ઉતારાયણ ટાણે ગળામાં દોરી ભરાઇ જવાથી કેટલાય અકસ્માત નોંધાય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં શુક્રવારના રોજ સહિયોગ ચોકડી પાસેથી એક બાઈક સવાર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેના ગળામાં પતંગની દોરી વિંટળાઇ જવાથી ગંભીર રીતે ઘાયલ થયો હતો. પતંગની દોરી ગળામાં આવી જતાં તેના ગળાની નસ સુધી કાપો વાગી ગયો હતો. જેના પગલે બાઈક સવાર જમીન પર પછડાઈ ગયો હતો. બાઈક સવાર પડતાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં તબીબે યુવકના ગાળાની નસ કપાતા સર્જરી કરી હતી. જાણવા મળ્યા મુજબ હાલ યુવકની પરિસ્થિતિ સારી છે.

ABOUT THE AUTHOR

...view details