મોરબીમાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં ભવ્ય બાઈક રેલી યોજાઈ - મોરબી પેટા ચૂંટણી
મોરબી : પેટા ચૂંટણીમાં પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં છે. ત્યારે આજે ભાજપ ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાના સમર્થનમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાઈક રેલી સામાકાંઠે સર્કીટ હાઉસથી શરુ કરવામાં આવી હતી. જેમાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા અને ભાજપ અગ્રણી આઈ.કે.જાડેજા રથમાં સવાર થયા હતા તો યુવા મોરચાના કાર્યકરો અને નેતાઓ મોટી સંખ્યામાં બાઈક રેલીમાં જોડાયા હતા. આ બાઈક રેલી સર્કીટ હાઉસથી શરુ કરવામાં આવી હતી. જે મયુર પુલ, દરબાર ગઢ, ગ્રીન ચોક, નગર દરવાજા સહિતના મુખ્ય વિસ્તારોમાં ફરી હતી અને ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે સંપન્ન કરવામાં આવી હતી.