ભુજમાં શિવરાત્રી પહેલા, બાઇક રેલીનું આયોજન કરાયું - કચ્છ ન્યૂઝ
ભુજ: કચ્છના ભુજમાં સતત છઠ્ઠા વર્ષે સમસ્ત સનાનત હિન્દુ સમાજ દ્વારા 21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે શિવરાત્રીની ઉજવણી પહેલા શોભાયાત્રા રૂપે બાઈક રેલીનું આયોજન કરાયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી આ રેલી પસાર થઇ હતી. આ અંગે સમિતિના અગ્રણી શૈલેષ જાનીએ જણાવ્યું હતું કે, સમગ્ર આયોજનને પાર પાડવા માટે અને ઉજવણી સમિતિ દ્વારા ભુજના ધીંગેશ્વર મહાદેવ મંદિર ખાતે એક કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 18મી ફેબ્રુઆરીએ સાંજે 5થી રાત્રે 11 વાગ્યા સુધી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 19મી ફેબ્રુઆરીએ 125 વિદ્વાનો અને 125 ગઢવી ચારણ સાહિત્યકારો દ્વારા શિવ સ્તુતિ અને શિવ વંદના રજૂ કરવામાં આવશે. 21મી ફેબ્રુઆરીએ સવારે ભુજ શહેરના માર્ગો પર વિશાળ શોભાયાત્રા નીકળશે.