ભિલોડામાં બાઈકમાં આગ લાગી, બાઈક ચાલકનો આબાદ બચાવ - શોર્ટસર્કીટ
અરવલ્લી : જિલ્લાના ભિલોડા તાલુકાના ઝૂમસર ગામનો યુવાન બાઈક લઈ ભિલોડા ખરીદી કરવા નીકળ્યો હતો. આ દરમિયાન ઘાંટી બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા સમયે બાઈકમાં શોર્ટસર્કીટ થઈ હતી. બાઇકચાલકે સમયસુચકતા વાપરી, બાઈકને રોડની બાજુમાં પાર્ક કરીને ઉતરી ગયો હતો. બાઈકમાં આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જો કે, બાઇકમાં લાગેલી આગ પર કાબુ મેળવવાની કોઇ હિંમત કરી શક્યુ ન હતું, તેથી જોતજોતામાં બાઈક આગમાં રાખ થઇ ગઈ હતી.