જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ કરોડોનો પ્લોટ પચાવી પાડતા નોંધાઈ ફરિયાદ - જામનગર પોલીસ
જામનગર: ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. ગોકુલ નગરમાં રૂપિયા 30 કરોડનો પ્લોટ પચાવી પાડવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. વકીલની હત્યા બાદ ફરાર થયેલો જયેશ પટેલ હજુ પણ શહેરમાં જમીન પચાવી પાડવી તેમજ ગેરકાયદેસર કબજે કરવા વગેરે જેવી પ્રવૃત્તિ કરતો હોવાનું બહાર આવ્યું હતું. જયેશ પટેલ વિરુદ્ધ અગાઉ પોલીસે રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરી છે અને તેમની મિલકત જપ્તીની કાર્યવાહી પણ કરવામાં આવી છે. હાલ જયેશ પટેલ વિદેશમાં ફરાર હોવાનું પોલીસ જણાવી રહી છે. ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ તેમજ જામનગર પોલીસ દ્વારા સતત જયેશ પટેલની ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી રહી છે અને આવા કોઈ ગુના ન આચરે તે પહેલા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.