સસ્તા સોનાના નામે છેતરપિંડી કરનારાઓને ભુજ પોલીસે ઝડપ્યાં
કચ્છઃ જિલ્લામાં ભુજના B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સસ્તા સોનાના નામે ચીટીંગ કરતાં બે આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયાં હતા. આ આરોપીઓ લોકોને સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડીં કરતાં હતા. પોલીસે બંને આરોપીઓને પકડીને 4.50 લાખ રોકડ તેમજ એક કાર મળી કુલ 7.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.