ભૂજમાં કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ, દોરડાથી કાર ખેંચી દર્શાવ્યો ઇંધણના ભાવ વધારાનો વિરોધ - કોંગ્રેસનો વિરોધ
કચ્છ: જિલ્લા પ્રમુખ યજુવેન્દ્ર જાડેજાની આગેવાનીમાં કાર્યકર્તા અને આગેવાનોએ ઇંધણના ભાવ વધારે સામે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કાર્યકર્તાઓ એક કાર લઇ આવ્યા હતા અને તેણે સર્કલ પાસે રસ્સા વડે કાર ખેંચીને ઇંધણના ભાવ વધારાના મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના વિરોધ અને આગેવાનો દોરડાથી કારને ખેંચીને કલેક્ટર કચેરી તરફ લઈ જતા હતા. ત્યારે જ પોલીસે આ કાર્યક્રમ અટકાવીને 40 થી વધુ લોકોની અટકાયત કરી હતી.