જાણો, ગોંડલમાં આવેલા ભુવનેશ્વરી માતાજીના પ્રાચીન મંદિર વિશે... - રાજકોટ તાજા સમાચાર
રાજકોટઃ ભુવનેશ્વરી મંદિર સમગ્ર ભારતમાં બે જ જગ્યાએ આવેલું છે. એક પ્રાચીન મંદિર દક્ષિણમાં તૂંગ ભદ્રાને કિનારે આવેલું છે અને બીજું ભારતની પશ્ચિમ દિશાએ સૌરાષ્ટ્રમાં ગોંડલમાં આવેલું છે. તેમાં પણ પીઠ સ્થાન સાથેનું ભુવનેશ્વરીનું મંદિર તે આ એક માત્ર મંદિર છે. જેની સ્થાપના 1946માં બ્રહ્મલીન જગતગુરુ આચાર્યશ્રી ચરણતીર્થ મહારાજ દ્વારા કરવામાં આવી હતી. જેમાં માતાજીની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા પૂજ્ય લાલીબાના વરદ હસ્તે થઈ છે.ભગવતીની ઈચ્છા અને પ્રેરણાથી સવંત 2000માં ગોંડલમાં જગતગુરુ આચાર્યચરણ તીર્થ મહારાજે પીઠ સ્થાન સહિત ભુવનેશ્વરી માતાજીના મંદિરની સ્થાપના કરી હતી .