Bhilad Accident News : ટ્રીપલ અકસ્માતમાં Umargam BJP સભ્ય સહિત 3નાં મોત, 4 ઇજાગ્રસ્ત - Bhilad Accident News : ટ્રીપલ અકસ્માતમાં Umargam BJP સભ્ય સહિત 3નાં મોત, 4 ઇજાગ્રસ્ત
વલસાડના ભીલાડ નજીક ( Bhilad Accident News ) હાઇવે બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ( Truck and bus accident ) 3 લોકોનાં ઘટનાસ્થળે મોત ( Accidental Death ) થયાં છે, જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં તાલુકા પંચાયતના સભ્ય ( Umargam taluka panchayat Member ) અને તેમની પત્નીનું મોત થતાં પંથકમાં અને ઉમરગામ ભાજપમાં (umargam bjp ) અરેરાટી ફેલાઈ હતી.નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત ( Accidental Death ) થયા છે. મૃતકોમાં ઉમરગામ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય ( Umargam taluka panchayat Member ) મુકેશ ધોડી અને તેમના પત્નીનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તાલુકા પંચાયતના સભ્ય અને તેમની પત્નીનું મોત થતા સમગ્ર પંથકમાં અને ઉમરગામ ભાજપમાં (umargam bjp ) શોકનો માહોલ છવાયો છે.મૃતક મુકેશભાઈ ધોડી ઉમરગામ તાલુકા પંચાયતના ફણસા બેઠકના તાલુકા પંચાયતના BJPના સભ્ય ( Umargam taluka panchayat Member ) હતાં.