સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલને શણગારવામાં આવી - Independence Day celebrations
પોરબંદરઃ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે શુક્રવારે પોરબંદર વહીવટી તંત્ર દ્વારા સરકારી બિલ્ડિંગો સહિત ખાસ કરીને કોરોના આઇસોલેશન વોર્ડ ભાવસિંહજી કોવિડ હોસ્પિટલને પણ શણગારવામાં આવી હતી. રોશનીથી ઝળહળતી હોસ્પિટલમાં રહેલા દર્દીઓમાં પણ પોઝિટિવ વાતાવરણ ફેલાય અને મન પ્રફુલ્લિત રહે તે હેતુસર રોશની કરવામાં આવી હતી. આ ઉપરાંત ભાવસિંહજી હોસ્પિટલ અને વહીવટી તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ સહિત તમામ દર્દીઓને સ્વાતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Last Updated : Aug 15, 2020, 8:50 AM IST