ભાવનગર વાલ્મિકી જ્ઞાતિ સુધારક મંડળે હાથરસ ઘટના પગલે આપ્યું આવેદન પત્ર
ભાવનગરમાં હાથરસ પગલે કોંગ્રેસ સહિત અનેક સંસ્થાઓ આવેદન પત્ર આપી રહી છે. ત્યારે ભાવનગરની સમસ્ત વાલ્મિકી જ્ઞાતિ સુધારક મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી આવી ઘટના કોઈ સમાજમાં ઘટવી ન જોઈએ અને હાથરસ ઘટનામાં આરોપીને કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. ભાવનગર કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે દલિત સમાજની સમસ્ત વાલ્મિકી જ્ઞાતિ સુધારક મંડળ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.