ભારે વરસાદના કારણે ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવે બંધ - અમરેલીમાં ધોધમાર વરસાદ
અમરેલી: અમરેલીમાં આવેલા વરસાદના કારણે વાહન વ્યહાર ખોરવાયો છે. જેથી ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે ગત 2 કલાકથી બંધ છે. આ ઉપરાંત ખાંભાના રાયડી ડેમના દરવાજા ખુલતાં નાગેશ્રી કોઝવે પર પાણી ફરી વળ્યું છે. જેના કારણે નાગેશ્રી ગામમા પણ પાણી ઘૂસી ગયું છે અને ગામના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.