રો રો ફેરીમાં બની દુર્ધટના ટ્રક થયો દરીયામાં ગરકાવ - accident
ભાવનગરઃ જિલ્લાના ઘોઘા રોરો ફેરી સર્વિસમાં ટ્રક ચડાવતા સમયે ટ્રક દરિયામાં ખાબકયો હતો અને દરિયામાં ગરકાવ થયો હતો. રોરો ફેરી સર્વિસમાં ટ્રક ચડાવતા સમયે આ અકસ્માત બન્યો હોવાની માહિતી મળી છે. લિંકસ્પાનથી પોન્ટુન પર ઉતરવાનો વળાંક ટૂંકો હોવાના લીધે ઘટના ઘટી હતી. ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને તાત્કાલિક ધોરણે બચાવી લેવામાં આવ્યા હતા. બંનેને સામાન્ય ઇજા પહોંચતા હોસ્પીટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયા છે. ધટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો છે.