ભાવનગરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા - Bhavnagar In Earthquake Effect
ભાવનગરઃ સમગ્ર રાજ્ય સહિત 8.15 કલાકે કચ્છમાં આવેલા ભૂકંપનો ઝટકો ભાવનગર સુધી અનુભવાયો હતો. ભાવનગરમાં કેટલાક લોકોએ ભૂકંપ અનુભવતા ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યારે કેટલાકને અનુભવ ન હતો થયો. ગુજરાતના કચ્છના ભૂકંપના ઝટકાની અસર ભાવનગર સુધી થવા પામી છે. ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના ઝટકાને મહેસૂસ કરવામાં આવ્યા છે. ભાવનગરના અનેક લોકોએ મહેસુસ કરતા બહાર દોડી આવ્યા હતા. જો કે ભાવનગરમાં ઝટકાની અસર લોકોને થઈ ન હતી. પરંતુ જેને અનુભય તેઓ ઘરની બહાર દોડી આવ્યા અને બહાર બેસીને કલાકો સુધી સમય પસાર કર્યો હતો.