ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાવનગર પંથકમાં ભર ઉનાળે કમોસમી માવઠું - raining

By

Published : Apr 29, 2020, 7:47 PM IST

ભાવનગરઃ જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે વલ્લભીપુર અને ગારીયાધાર અને આજુબાજુના ગામોના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ગારીયાધારમાં કરા સાથે વરસાદ પડતાં લોકોમાં આંનદ છવાયો છે. આકરા તાપ વચ્ચે વરસાદી માહોલથી હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ આ કમોસમી માવઠું ખેડૂતો માટે નુકશાન કારક બની રહેશે કારણ કે ઉનાળુ પાક બાજરી,જાર,અડદ જેવા પાકોને નુકશાન થાય તેવી શક્યતા છે, તેમજ કેરીના પાકને પણ આ વરસાદથી નુકશાન થશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details