ભાવનગરમાં પૌરાણિક સિદ્ઘેશ્વર મહાદેવ મંદિરના કરો દર્શન - શિવલિંગ
ભાવનગરઃ શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા ખેતરમાં આશરે 100 વર્ષ પહેલાં કૂવો બનાવતા સમયે શિવલિંગ મળી આવ્યું હતું. શિવલિંગ તેજસ્વી હોવાથી ખોદકામ અટકાઈ ગયું હતું. શિવલિંગને બહાર કાઢીને ખેડૂતે તેની સ્થાપના કરી હતી. શિવલિંગના પ્રતાપે ખેડૂતની દિવસે દિવસે પ્રગતિ થવા લાગી અને શહેરી વિસ્તાર વધતા ખેતર રહીશોના રહેણાકમાં ફેરવાઈ ગયું હતું. રહીશો વચ્ચે આજે પણ પૌરાણિક સિદ્ઘેશ્વર મહાદેવ લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આસ્થાભેર સવાર સાંજ આરતી અને લોકો તેની પૂજા અર્ચના કરવા આવે છે.