ભાવનગર બંધારણ બચાવ સમિતિએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર - Supreme reservation is not a fundamental right
ભાવનગરઃ સુપ્રીમે આરક્ષણ મૌલિક અધિકાર નથી તેવા ચુકાદાને પગલે ભાવનગર બંધારણ બચાવ સમિતિએ કલેક્ટરને આવેદન આપ્યું હતું. બંધારણ સમિતિએ માંગ કરી છે કે, આરક્ષણને મૌલિક અધિકારનો કાયદો કેન્દ્ર સરકાર બનાવે. ભાવનગર બંધારણ સમિતિએ હાલમાં સુપ્રીમ કોર્ટ આપેલા ચુકાદાને પગલે આવેદન આપ્યું હતું. બંધારણ સમિતિએ જણાવ્યું છે કે, હાલમાં સુપ્રીમ કોર્ટ આરક્ષણ મૌલિક અધિકાર નથી તેવા ચુકાદાને પગલે કેન્દ્ર સરકારે ચુકાદાના વિરોધમાં રીવ્યુ પિટિશન દાખલ કરે અથવા આરક્ષણ કાયદાના 16/4 મુજબ આરક્ષણ મૌલિક મૂળભૂત અધિકાર છે તેવો કાયદો બનાવે. આ સિવાય પણ NRC, CAA જેવા કાયદાને પણ રદ્દ કરે તેવી માંગ કરી છે.