લોકડાઉનનો કડક અમલ કરાવવા ભરૂચ પોલીસે ડ્રોન સર્વેલન્સસ, યુવકો ડ્રોન જોઇને ભાગ્યા - ભરૂચના તાજા સમાચાર
ભરૂચ: લોકડાઉનનો કડક અમલ કરાવવા ભરૂચ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વિવિધ વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ નજીક કેટલાક યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા, એ દરમિયાન ડ્રોન સર્વેલન્સ માટે આવતાં યુવાનોમાં દોડધામ મચી હતી. જેથી ઈટીવી ભારત અપીલ કરે છે કે, લોકડાઉનના સમયમાં મોટી સંખ્યામાં એકત્રિત થવાનું ટાળી અને તંત્રને સહયોગ આપો.