ભરૂચ પોલીસે ચોરીની 14 બાઈક સાથે બે આરોપીની ધરપકડ કરી - મોડસ ઓપરેન્ડી
ભરૂચ: ભરૂચ પેરોલ ફ્લો સ્કવોડના PSI બી.ડી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ આમોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બે યુવાનોને બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં રોકી તેમની પુછપરછ હાથ ધરી હતી. તેમની 41 (1) (ડી) મુજબ અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવતાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ચોરી કરવામાં આવેલી 14 બાઈક મળી આવી હતી. આ ઝડપાયેલાં બંને આરોપીઓ ડુપ્લીકેટ ચાવીથી બાઇકનો લોક ખોલી ઇગ્નીશનનું લોક ડાયરેકટ કરી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.