ભરૂચ નગર સેવા સદન દ્વારા ઉત્તરાણના પર્વને અનુલક્ષીને પતંગ-દોરાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું - Bharuch news
ભરૂચ: નગર સેવા સદન દ્વારા ઉત્તરાણના પર્વને અનુલક્ષીને પતંગ દોરાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં કેટલીક દુકાનોમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરા અને તુક્કલ મળી આવ્યા હતા. આવા વેપારીઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ઉત્તરાયણનાં તહેવારમાં લોકો પતંગ ચગાવવાની મજા માણતા હોય છે. જો કે, ચાઇનીઝ દોરીના કારણે જાનહાનિના બનાવો બનતા હોય છે. ત્યારે ચાઇનીઝ દોરા અને તુક્કલના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.