ભરૂચમાં 'મહા' વાવાઝોડાની અસર, ઠેર ઠેર વરસાદ
ભરૂચઃ જિલ્લામાં મહા વાવાઝોડાની અસરના પગલે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને અંકલેશ્વર, હાંસોટ વાલિયા અને નેત્રંગ સહિતના પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. નવેમ્બર માસમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાનની શક્યતા રહેલી છે. આ તરફ દરિયા કિનારાના વિસ્તારમાં સામાન્યથી વધારે પવન ફૂંકાયો હતો. મહા વાવાઝોડું 6-7 નવેમ્બરે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ત્યારે ભરૂચમાં પણ તંત્ર એલર્ટ થઇ ગયું છે.