રાજીવ ગાંધી જયંતી: ભરૂચ જિલ્લા કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ - કોંગ્રેસ
ભરૂચ: ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 20 ઓગસ્ટે 75મી જન્મ જયંતી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને જન્મ જયંતીએ શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતને ટેકનોલોજી ક્ષેત્રમાં આગળ લઇ જવાનું સ્વપ્ન જોઈ તે દિશામાં પ્રયત્ન કરનાર પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની 20 ઓગસ્ટે જન્મ જયંતીએ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની તસ્વીર સમક્ષ ફૂલહાર કરી તેમની સિદ્ધિઓ યાદ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વીકી શોખી, આગેવાન રાજેન્દ્રસિંહ રણા તેમજ કાર્યકરો જોડાયા હતા.