ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઈરાની ગેંગના આરોપીની કરી ધરપકડ - Robbery in Bharuch
ભરૂચઃ હાંસોટ તાલુકાના ઈલાવ અને ઊભા સહિતના ગામોમાં મહિલા પાસેથી સોનાના ચેઈનની ચોરી કરનારી ઈરાની ગેંગના આરોપીની ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાઓને છેતરી તેમની પાસે સોનાની ચેઈન પડાવી લેવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકારના 15થી વધુ ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન અને વિવિધ પ્રકારના પથ્થર કબજે કર્યા હતા. આ ગેંગના અન્ય સાગરીતોની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી હતી.