કોરોનાના કહેર વચ્ચે ભરૂચ કલેકટરની Etv Bharat સાથે એક્સક્લુઝિવ વાતચીત - ભરૂચ ક્લેકટર ડૉ.એમ.ડી.મોડિયા
ભરૂચ: કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે ભરૂચ ક્લેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ Etv Bharat સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જંબુસર કોરોના પોઝિટિવના 55થી વધુ કેસ સાથે હોટસ્પોટ બન્યું છે. ત્યારે જંબુસરમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.