ગણેશ મહોત્સવને લઇનેે ભરૂચ વહીવટી તંત્ર અસમંજસમાં
ભરૂચઃ કોરોના કહેર વચ્ચે ચાલુ વર્ષમાં આવતા તમામ તહેવાર અને સરઘસ પર સરકારની ગાઈડલાઈન અનુસાર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ગણેશ મહોત્સવને લઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગણેશ મહોત્સવનું જાહેરમાં આયોજન અને ગણેશની 2 ફૂટથી ઉંચી પ્રતિમાનું સ્થાપન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા થોડા દિવસ આગાઉ ગણેશ પ્રતિમાના કદ માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં 9 ફૂટથી મોટી મૂર્તિની પ્રતિષ્ઠા ન કરી સાદગી પૂર્ણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જેને લઈ ગણેશ મંડળો દ્વારા પરિપત્ર પ્રમાણે મૂર્તિઓ અને મંડપ ડેકોરેશનનો ઓર્ડર આપ્યા બાદ બે દિવસ અગાઉ કલેકટર દ્વારા પુનઃ બીજીવાર જાહેરનામું બહાર પાડી માત્ર બે ફૂટની મૂર્તિ મૂકવાનું સૂચન કરતા ગણેશ મંડળમાં રોષ જોવા મળ્યો હતો. તેઓએ કલેકટર કચેરી બહાર રામધુન બોલાવી વિરોધ નોધાવ્યો હતો.