ભરૂચઃ લોકડાઉન છતાં શહેરના સેવાશ્રમ વિસ્તારમાં ભીડ જોવા મળી - bharuch news
ભરૂચઃ કોરોના વાઈરસના કોહરામ વચ્ચે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. તેમ છતાં શહેરના મોટાભાગનાં વિસ્તારોમાં લોકો રસ્તે રખડતા જોવા મળ્યા હતા. શહેરનાં સેવાશ્રમ રોડ પર શાકભાજી અને ફ્રૂટની લારીઓ પર લોકોની ભીડ જોવા મળી હતી. કરીયાણાની દુકાન પર અંતર રાખી સર્કલ બનાવવામાં આવ્યા છે. જેમાં ઉભા રહી લોકોએ કરિયાણાની ખરીદી કરી હતી.