મદિરાની દુકાનો ખુલતા સંત સમાજનો આક્રોશ, કહ્યું- કળયુગના દ્રશ્યો તરવરી રહ્યા છે - મંદિરો બંધ
જૂનાગઢઃ સંધપ્રદેશ દીવમાં બંધ મંદિર અને ખુલ્લી મદિરાની દુકાનોને લઇને જૂનાગઢના મહામંડલેશ્વર ભારતીબાપુ દ્વારા આવી વ્યવસ્થા સામે આક્રોશ ઠાલવ્યો હતો. મંદિરો ભક્તોની ઈશશ્રદ્ધાની શિસ્તતાના પ્રતીક છે, જ્યારે દારૂની દુકાનો મનુષ્યના વ્યભિચારવ્યસનની... ત્યારે લૉકડાઉનમાં ભીડ ટાળવા દારીની દુકાનો ખુલ્લી રાખવાની છૂટની વાત ભારતીય સંસ્કૃતિમાં અણજુગતી હોવાનું જણાવાયું હતું. ભારતીબાપુએ જણાવ્યું હતું કે, આપણા પ્રાચીન ગ્રંથોમાં કળિયુગનો ઉલ્લેખ થયેલો છે. બની શકે કે આજ કળિયુગના દ્રશ્યો આજે આપણી નજર સામે તરવરી રહ્યાં છે. આવી વ્યવસ્થાને બાપુએ હિન્દુ સનાતન ધર્મ, ભારતીય પ્રાચીન વ્યવસ્થા વિરુદ્ધ ગણાવીને તાકીદે આ પ્રકારની દુકાનો બંધ થાય તેવી માગ કરી હતી.
Last Updated : May 6, 2020, 9:02 PM IST