સુરતના ગભેણી ગામેથી વીરપુર સાયકલ સંઘ આવી પહોંચ્યો - Bhakts of Jalaram Bapa reached Virpur
રાજકોટઃ શનિવારના રોજ સંત શીરોમણી જલારામ બાપાની 221મી જન્મ જયંતી નિમિતે છેલ્લા બાર વર્ષથી સુરતથી વીરપુર સાયકલ લઈને આવતું કૃષ્ણ ગ્રૂપ શુક્રવારના રોજ ચોથા દિવસે આવી પહોંચ્યો હતો. જ્યા ટુકડો ત્યા હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનાર પૂજય જલારામ બાપાની શનિવારના રોજ 221મી જન્મ જયંતી છે. છેલ્લા 12 વર્ષથી સુરતના ગભેણી ગામેથી સાયકલ લઈને આવતું કૃષ્ણ ગ્રૂપ શુક્રવારના રોજ વીરપુર જલારામ મંદિર ખાતે આવી પહોંચ્યો હતો, સાઇકલ સંઘના મેહુલ કુમારે જણાવેલ કે તેઓ 45 મિત્રો સાયકલ લઈને ચાર દિવસ પહેલા નીકળ્યા હતા.