અંબાજીમાં 8 સપ્ટેમ્બરથી યોજાનાર ભાદરવી મેળાની સમીક્ષા બેઠક યોજાઈ - દિલીપ ઠાકોર
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં આગામી 8 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો ભરાવાનો છે. જેમાં લગભગ 25થી 30 લાખ લોકો મેળાની મજા માણવા આવે છે. આથી લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક રાજ્યપ્રધાન દિલીપ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં પદયાત્રીઓની સુરક્ષા અને સુવિધાને અંગે ચર્ચા કરવામાં આવી હતી.