રાજકોટઃ ધોરાજીમાં ભાદર-2 ડેમ ઓવરફ્લો, 2 દરવાજા દોઢ ફૂટ ખોલાયા - Dhoraji news
રાજકોટઃ સોરાષ્ટ્ર પંથકમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટીંગને લઈ ધોરાજીનો ભાદરનો 2 ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના કારણે ભાદર 2 ડેમમાં પાણીની આવક વધી છે. જેના પગલે ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે ડેમમાં 4022 ક્યુસેક પાણીની આવક અને 4022 ક્યુસેક પાણીની જાવક ચાલું છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા સહિત 42 ગામોનું પીવાના પાણી પ્રશ્નનો હલ થયો છે