સોમવારથી હોળાષ્ટકનો પ્રારંભ, નહીં થઈ શકે માંગલિક કાર્યો - Hindu Scriptures
અમદાવાદ: બીજી માર્ચ સોમવારથી હોળાષ્ટકનો પ્રારંભ થઈ રહ્યો છે. આ હોળાષ્ટક આઠ દિવસ સુધી ચાલશે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આ દિવસો દરમિયાન કોઈપણ માંગલિક કાર્યો કરી શકાતા નથી. હોળી આવતી હોય તે પહેલાના અઠવાડિયાનો સમય હોળાષ્ટક કહેવાય છે. આ સમય દરમિયાન લગ્ન, જનોઈ ધારણ, યજ્ઞ જેવા માંગલિક કાર્યો કરવાનો નિષેધ હોય છે. આ માટે શાસ્ત્ર વિજ્ઞાન કહે છે કે, આ આઠ દિવસ દરમિયાન હિરણ્ય કશ્યપે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદને આઠ દિવસ કારાગારમાં રાખ્યો હતો. જેથી આ સમય અશુભ ગણાય છે. તે દરમિયાન કોઈપણ માંગલિક કાર્ય કરી શકતા નથી. હોળાષ્ટકના આઠ દિવસ બાદ જ્યારે હોળી પ્રગટે છે ત્યારે તેમાં શ્રીફળ અને અબીલ ગુલાલ અર્પણ કરતા શુભ મુહૂર્ત શરૂ થાય છે, ત્યારે ધુળેટીના દિવસથી માંગલિક કાર્યો શરૂ થઈ શકે છે.
Last Updated : Mar 1, 2020, 3:04 PM IST