મોદી-ટ્રમ્પની મુલાકાત પહેલા હટાવાઈ રહ્યા છે ઝૂંપડા, જુઓ વીડિયો - અમદાવાદ ન્યૂઝ
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોટેરા સ્ટેડિયમની આસપાસ રહેતા લોકોને જગ્યા છોડી દેવા માટે નોટીસ પાઠવી છે. 24 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે. મોટેરા વિસ્તારમાં અંદાજે ૨૦૦ જેટલાં ઝૂંપડાં આવેલા છે અને લોકો છૂટક મજૂરી અને કડિયા કામ કરી ગુજરાન ચલાવે છે, ત્યારે સ્થાનિકોને નોટીસ પાઠવી દેવામાં આવી છે અને ઝૂંપડપટ્ટી ખાલી કરી જવા માટે કહેવામાં આવ્યું છે. સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે કે, કોર્પોરેશન દ્વારા તેમને બે દિવસ પહેલા જ નોટિસ પાઠવવામાં આવી છે અને તમને એક અઠવાડિયાની મુદત આપવામાં આવી છે. એક અઠવાડિયાની અંદર આ વિસ્તાર ખાલી કરવાનું સ્થાનિકો કહેવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજુ કોર્પોરેશનનું કહેવું છે કે, આ વિસ્તાર ટાઉન પ્લાનિંગની યોજના અંતર્ગત આવતો હોવાથી ઝુંપડપટ્ટીને ખાલી કરવાનું કહેવામાં આવી રહ્યું છે.