ડાંગ જિલ્લાનો વઘઇ ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો - vaghai
ડાંગ જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહથી મેઘમહેર યથાવત જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે નાના જળ ધોધ સક્રિય બન્યા છે. આ ઉપરાંત અંબિકા નદીનો ગીરા ધોધ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આશરે 30 ફૂટ ઉંચાઈથી પડતો ગીરા ધોધ જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે, ત્યારે અહીં પ્રવાસીઓની સુરક્ષા માટે હોમ ગાર્ડ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ગીરા ધોધમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સેલ્ફી લેતા કે અન્ય કોઈ કારણોસર 10થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. જેને લઈ ડાંગ મેજિસ્ટ્રેટ દ્વારા ડાંગ જિલ્લાના જોખમી સ્થળોએ સેલ્ફી લેવાનો પ્રતિબંધ ફરમાવ્યો છે.