બાયડમાં પેટા ચૂંટણીની મત ગણતરી શરૂ
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાની 32-બાયડ વિધાનસભાની બેઠક પર ૨૧ ઑક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેની મતગણતરી આજે બાયડ આર્ટસ કોલેજ ખાતે ૯ વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. મતગણતરી અંતર્ગત પોલીસ દ્વારા મતગણતરીના સેન્ટર ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે મતગણતરી સેન્ટર બહાર ઉમેદવારોના સમર્થકો અને પક્ષના કાર્યકરો પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.