બરવાળાની કે.બી.ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ આર્મીના જવાનોને રાખડી બાંધી - આર્મી જવાનોને રાખડી બાંધી
ભાવનગર: જિલ્લાના બરવાળા તાલુકાના સીદસર ખાતે આવેલી બરવાળા સ્કૂલની વિદ્યાર્થીનીઓ NCC અને આર્મી જવાનોને પોતે બનાવેલી રાખડી બાંધવા માટે બોટાદના બરવાળા ગામેથી આવી પહોંચી હતી. દેશવાસીઓ તમામ વાર-તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકે એ માટે પોતે કોઈ વાર-તહેવારની ઉજવણી નથી કરતાં અને પોતાના ઘર-પરિવારને ભૂલીને સરહદની પહેરેદારી કરી દેશ માટે સેનાના જવાનો શહિદી વહોરી લેતા હોય છે. સેનાનાં વીર જવાનોને ભાઈ-બહેનનાં પવિત્ર અને લાગણીસભર રક્ષાબંધન પર્વ નિમિત્તે પ્રેમની હુંફ મળે એવા શુભ આશય સાથે બરવાળા સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા આર્મી જવાનોને રાખડી બાંધી હતી. બરવાળાની કે બી ગર્લ્સ હાઈસ્કુલની 250 છાત્રાઓ દ્વારા આર્મીના જવાનોની રક્ષા હેતુથી રાખડીઓ બનવી હતી. જે પૈકી 31 જેટલી બહેનોએ સીદસર આવીને 3 ફોર્સના જવાનો NCCના જવાનોને રાખડી બાંધી હતી. ગર્લ્સ હાઈસ્કુલ પૈકી માત્ર 31 બહેનો ભાવનગરના સીદસર પહોંચી હતી. તેમણે આર્મીના જવાનોને રાખડી બાંધી હતી.