વડોદરામાં તબીબની કાર નીચે બાળક આવી જતા થયું મોત - doctor car in Vadodara
વડોદરા: શહેરના આર્યુવેદિક ચાર રસ્તા પાસે મજૂરીકામ કરતા પરિવારના અઢી વર્ષનું બાળક રમી રહ્યો હતો. તે સમયે તબીબની કાર બાળક પરથી પસાર થતા બાળક ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું ત્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ તબીબ ફરાર થઈ જતા પોલીસે તબીબને ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેદ થઈ છે. જેના આધારે પોલીસે તબીબને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.