ભરૂચના શ્રોફ નર્સિંગ હોમમાં થયો મીલેનીયમ બેબીનો જન્મ - baby born on millennium date in gujarat
દાયકાઓમાં ઘણા વર્ષો પછી આવતી મીલેનીયમ ડેટને લોકો યાદગાર બનાવતા હોય છે, આજે પણ એવી એક મીલેનીયમ ડેટ સર્જાઈ હતી. આજે 20-02-2020ની તારીખે બેનાં આંકડાનો અનોખો સંયોગ સર્જાયો હતો ત્યારે ભરૂચના એક દંપત્તિએ આજની તારીખને યાદગાર બનાવવા આજના જ દિવસે તેમના બાળકની પ્રસુતિનું આયોજન કર્યું હતું. જે મુજબ ભરૂચના શ્રોફ નર્સિંગ હોમ ખાતે 20-02-2020ને બપોરે 2.20 કલાકે ભાવિની બહેન ધારીયાએ સુંદર બાળકને જન્મ આપ્યો હતો. શ્રોફ નર્સિંગ હોમના ડો.આરતીબહેન શ્રોફે સફળ સિઝેરિયન કર્યું હતું અને મીલેનીય ડેટનાં દિવસે બાળકે દુનિયામાં પ્રથમ શ્વાસ લીધો હતો .આ બદલ બાળકના પિતા કુલદીપ ધરિયાએ ડોકટરો તેમજ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો