કોરોના વાઈરસ અંગે જાગૃતિઃ છોટાઉદેપુરના સાંસદે સોશિયલ મીડિયા પર આપ્યો જાગૃતિ સંદેશો - સોશિયલ મીડિયા
છોટા ઉદેપુરઃ કોરોના વાઇરસની મહામારીને લઇને વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશને 21 દિવસ માટે ઘરની બહાર નહીં નીકળવા માટે અપીલ કરી છે. ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, આપણે ઘરમાં રહી પોતાનું અને પરિવારનું રક્ષણ કરીએ. છોટાઉદેપુર જિલ્લામાં 28 જેટલા શંકાસ્પદ કેસ હોવાથી આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે, ત્યારે જાણ પ્રમાણે હજૂ એકપણ કેસ પોઝિટિવ નથી, જરૂર જણાશે તો મારા સંસદ નિધિ ફંડમાંથી દાન આપવામાં આવશે. વહીવટી તંત્ર તેમજ અન્ય વિભાગ ખડેપગે કામગીરી કરી રહી છે. જેથી પ્રજા સાથ સહકાર આપે તેવી અપીલ વીડિયો દ્વારા પ્રજાને કરી છે.