ખેલ મહાકુંભ-2019: ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રમતવીરોને સન્માનિત કરાયા
વડોદરા: ખેલ મહાકુંભ-2019માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર અને રાજ્ય કક્ષા ઝળકેલા રમતવીરો-ટીમોને પ્રોત્સાહિત કરવા અને બિરદાવવા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા શહેરના માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષતામાં ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. મહત્વનું છે કે, ખેલ મહાકુંભમાં વડોદરા શહેરની સાત ટીમોએ રાજ્યકક્ષાએ બાજી મારી હતી અને કબડ્ડી વોલીબોલ સહિતની રમતોમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ સન્માનિત ખેલાડીઓને ઈનામની પ્રાત્સાહિત રાશી સીધી જ તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.